📊 ગુણોત્તર વિશ્લેષણ (Ratio
Analysis) શું છે?
ગુણોત્તર વિશ્લેષણ એ એક નાણાકીય સાધન છે જે કંપનીના વિવિધ નાણાકીય નિવેદનોમાંથી મળેલ માહિતીના આધારે તેના નાણાકીય પ્રદર્શનનું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
🔢 ગુણોત્તરના પ્રકારો (Types
of Ratios):
|
પ્રકાર |
ઉદાહરણ |
હેતુ |
|
1. પ્રવાહી ગુણોત્તર (Liquidity
Ratios) |
પ્રવાહી ગુણોત્તર, ઝડપી ગુણોત્તર |
ટૂંકાગાળાના દેવાનું ચુકવણી કરવાની ક્ષમતા માપે છે |
|
2. નફાકારકતા ગુણોત્તર (Profitability
Ratios) |
ચોખ્ખું નફાનું માર્જીન, ઇક્વિટી પર વળતર |
કેટલી નફાકારકતા છે તે દર્શાવે છે |
|
3. લિવરેજ અથવા સોલ્વેન્સી ગુણોત્તર (Solvency
Ratios) |
દેવાં-ઇક્વિટી ગુણોત્તર, વ્યાજ આવરણ ગુણોત્તર |
દીર્ઘકાળીન નાણાકીય સ્થિરતાનું મૂલ્યાંકન |
|
4. કાર્યક્ષમતા ગુણોત્તર (Efficiency
Ratios) |
સ્ટોક ટર્નઓવર, મિલકત ટર્નઓવર |
સંસાધનોની ઉપયોગક્ષમતાનું મૂલ્યાંકન કરે છે |
|
5. બજાર ગુણોત્તર (Market
Ratios) |
શેરદીઠ કમાણી (EPS), |
રોકાણકારોને ઉપયોગી |
📙 1. પ્રવાહી ગુણોત્તર (Liquidity
Ratios)
ટૂંકાગાળાના બાકીદારોને ચુકવણી કરવાની કંપનીની ક્ષમતા દર્શાવે છે.
|
ગુણોત્તર |
સૂત્ર |
સંતોષકારક પ્રમાણ |
|
Current Ratio ચાલુ ગુણોત્તર |
ચાલુ મિલકતો / ચાલુ દેવાં |
2:1 |
|
Liquid Ratio પ્રવાહી ગુણોત્તર |
પ્રવાહી મિલકતો / પ્રવાહી દેવાં અથવા: (ચાલુ મિલકતો − આખર સ્ટોક) / (ચાલુ દેવાં − બેંક ઓવરડ્રાફ્ટ) (જૂના ચૅપ્ટરાઈઝેશન મુજબ) (ચાલુ મિલકતો − આખર સ્ટોક) / ચાલુ દેવાં (નવા ચૅપ્ટરાઈઝેશન મુજબ) |
1:1 |
|
Quick Ratio ઝડપી ગુણોત્તર / એસીડ ટેસ્ટ ગુણોત્તર |
ઝડપી મિલકતો / ઝડપી દેવાં જ્યાં, ઝડપી મિલકતો = ચાલુ મિલકતો − આખર સ્ટોક – દેવાદારો ઝડપી દેવાં = ચાલુ દેવાં − બેંક ઓવરડ્રાફ્ટ – લેણદારો (જૂના ચૅપ્ટરાઈઝેશન) અથવા માત્ર ચાલુ દેવાં (નવા ચૅપ્ટરાઈઝેશન) |
1:1 |
📙 2. નફાકારકતા ગુણોત્તર (Profitability
Ratios)
કંપની કેટલી અસરકારક રીતે નફો ઉભો કરે છે તે દર્શાવે છે.
|
ગુણોત્તર |
સૂત્ર |
દર્શાવે છે |
|
Gross Profit Ratio કાચા નફાનો
ગુણોત્તર |
(કાચો નફો / ચોખ્ખું વેચાણ) × 100 |
માલના ખર્ચ પછી વધતો નફો |
|
Net Profit Ratio ચોખ્ખા નફાનો
ગુણોત્તર |
ચોખ્ખું નફો (B) / ચોખ્ખું વેચાણ ×
100 (અસાધારણ આવક અને ખર્ચને કાઢી નાખીને) |
કુલ નફાકારકતા |
|
Operating Profit Ratio સંચાલન ખર્ચ
ગુણોત્તર |
(સંચાલકીય ખર્ચ + માલવેચાણની પડતર / ચોખ્ખું વેચાણ) ×
100 (જ્યાં સંચાલકીય ખર્ચમાં નાણાંકીય ખર્ચ સમાવિષ્ટ નથી) |
સંચાલનની અસરકારકતા |
|
રોકાયેલી મૂડી
પર વળતર દર |
(ચોખ્ખો નફો - A / મૂડી રોકાણ) × 100 |
કુલ મૂડી પર વળતર |
|
ઈ. શેરહોલ્ડરના
ભંડોળ પર વળતર દર |
(ચોખ્ખો નફો - B / શેરહોલ્ડરના ભંડોળો) × 100 |
શેરહોલ્ડર્સને વળતર |
|
શેરહોલ્ડરના
ભંડોળ પર વળતર દર |
(ચોખ્ખો નફો - C / ઈ. શેરહોલ્ડરના ભંડોળો) ×
100 |
ઇક્વિટી હોલ્ડર્સ માટે વળતર |
|
ઇક્વિટી
શેરમૂડી પર વળતર દર |
(ચો. નફો – C / ઇક્વિટી શેરમૂડી) ×
100 |
શેરહોલ્ડરો માટે વળતર |
|
શેરદીઠ કમાણી |
(ચો. નફો – C) /
ઇક્વિટી શેરોની સંખ્યા |
દરેક શેર પર નફો |
📗 3. મૂડી માળખાના
ગુણોત્તર (Leverage or Solvency Ratios)
લાંબાગાળાના દેવાં ચુકવવાની ક્ષમતા દર્શાવે છે.
|
ગુણોત્તર |
સૂત્ર |
ઉપયોગ |
|
Proprietary Ratio માલિકી
ગુણોત્તર |
માલિકીના ભંડોળો/ કુલ વાસ્તવિક મિલકતો (માલિકીના ભંડોળો = ઇક્વિટી +પ્રેફ.. શેરમૂડી + અનામતો– અવાસ્તવિક મિલકતો) |
માલિકની અસ્કયામતનો પ્રમાણ |
|
Debt-Equity Ratio દેવાં-ઇક્વિટી ગુણોત્તર |
લાંબા ગાળાના દેવાં / માલિકીના ભંડોળ (જ્યાં લાંબા ગાળાના
દેવાં = ડિબેન્ચર + બેંક લોન) |
નાણાકીય લિવરેજ |
|
Interest Coverage Ratio વ્યાજ આવરણ ગુણોત્તર |
ચોખ્ખો નફો - A / વ્યાજ ખર્ચ |
વ્યાજ ચૂકવવાની ક્ષમતા |
📒 4. કાર્યક્ષમતા
/ પ્રવુત્તિના ગુણોત્તર (Efficiency or Activity Ratios)
કંપની કેટલી સારી રીતે પોતાની મિલકતોનો ઉપયોગ કરે છે તે દર્શાવે છે.
|
ગુણોત્તર |
સૂત્ર |
શું માપે છે |
|
Stock Turnover Ratio સ્ટોક ઉથલો |
વે.મા. પડતર / સરેરાશ સ્ટોક |
સ્ટોકની ગતિશીલતા |
|
Debtors Turnover Ratio દેવાદાર
ગુણોત્તર |
(દેવાદારો + લેણીહુંડી) / ઉધાર વેચાણ × વર્ષના દિવસો |
રસીદ મેળવવાની ઝડપ |
|
Creditors Turnover Ratio લેણદાર
ગુણોત્તર |
(લેણદારો + દેવીહુંડી)
/ ઉધાર ખરીદી × વર્ષના દિવસો |
પુરવઠાકર્તાને ચૂકવણીની ઝડપ |
|
Asset Turnover Ratio મિલકત ઉથલાનો
દર |
ચોખ્ખું વેચાણ / કુલ મિલકતો |
મિલકતો પરથી આવક |
|
Working Capital Turnover કાર્યશીલ મૂડી
ઉથલો |
ચોખ્ખું વેચાણ / કાર્યશીલ |
કાર્યકારી મૂડીથી વેચાણ |
No comments:
Post a Comment