ઈતિહાસ: વેચનારનો માલ પ્ર જેવો હક હોય તેવો
હક ખરીદનારને આપી શકે બીજા શબ્દમાં કહીએ તો વેચનારને માલ પર જે માલિકી હક્ક હોય
તેના કરતા વધારે સારો હક્ક આપી શકે નહિ..
જેમ કે કોઈ મોબાઈલ ચોરનાર વ્યક્તિ
બીજાને મોબાઈલ વેચે તો તે મોબાઈલ પરનો માલિકી હક આપી શકતો નથી અને બીજા શબ્દમાં
કહીએ તો ખરીદનારને ખામીવાળો માલિકી હક્ક પ્રાપ્ત થાય છે. અહીં ખરીદનાર ભેલે ને તે
માલની વર્તમાન બજારકિંમત ચૂકવી હોવા છતાં પણ માલના મૂળ માલિકને તે માલ પાછો આપી
દેવો પડે.
કાયદાની કલમ ૨૭ ની જોગવાઈ નીચે મુજબ છે.
૧- જયારે માલનું વેચાણ એવી વ્યક્તિ
દ્વારા કરવામ આવે કે જે માલનો માલિક જ ન હોય. ઉદા. ચોરીનો
૨- માલિકની જાણ બહાર અથવા પૂર્વ
મંજૂરી લીધા વગર વેચ્યો હોય. ઉદા. નોકર દ્વારા માલનું વેચાણ
૩- વેચનાર કરતા વધુ સારો માલિકી હક્ક
મેળવી શકતો નથી. ઉદા. મોબાઈલ-ચોરીનો - મુંબઈની પોલીસ
અપવાદો:
૧-
માલિકની સત્તાથી કે સંમતિથી વેચાણ.
૨-
મર્કેન્ટાઈલ એજન્ટ દ્વારા વેચાણ – મર્કેન્ટાઈલ એજન્ટ એવો વ્યક્તિ છે કે જે માલના
મૂળધણીની સંમતિથી માલ પોતાના કબજામાં રાખે છે. આમ માલનો ફક્ત કબજો મર્કેન્ટાઈલ
પાસે હોય છે પરંતુ માલિકીહક્ક મળતો નથી. છતાં પણ મર્કેન્ટાઈલ એજન્ટ પાસેથી ખરીદનારને
માલની માલિકી હક્ક પ્રાપ્ત થયો છે. જેની શરતો નીચે મુજબ છે.
શરત-૧ માલના
માલિકીહક્કનાં તમામ દસ્તાવેજ મર્કેન્ટાઈલ એજન્ટ પાસે હોય.
શરત-૨
ખરીદનાર શુદ્ધ દાનતથી વર્તે (એટલે કે એને ખબર ન હોવી જોઈએ કે માલ મર્કેન્ટાઈલ
એજન્ટની માલિકીનો નથી)
શરત-૩
કરાર કરતી વખતે વેચનારને માલ વેચવાનો અધિકાર ન હતો તેની જાણ ન હોવી જોઈએ.
ઉપરના
તમામ શરતોનું પાલન થયું હોય તો માલ ખરીદનારને કાયદેસરનું વેચાણ મળે છે.
ઉદા.
અમૃતલાલ વિ. ભગવાનદાસનાં કેસમાં ઘઉંની ચાર બોરી મર્કેન્ટાઈલ એજન્ટને વેચવા માટે
આપી. મર્કેન્ટાઈલ એજન્ટ દ્વારા માલ વેચાણ પછી મળેલ નાણા મૂળ માલિકને અપાયા ન હતા.
આ સંજોગોમાં ભગવાનદસે શુદ્ધ દાનતથી માલ ખરીદેલ છે આથી ઘઉંનો માલિકીહક્ક ભગવાનદાસને
આપવામાં આવ્યો.
૪
- સહમાલિક દ્વારા વેચાણ: જયારે એક વસ્તુમાં એક કરતા વધુ માલિક હોય ત્યારે સહમાલિક
દ્વારા જ વેચાણ શક્ય બને છે. જેમ કે સહ્ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર દ્વરા અન્ય કોઈ
ભાગીદારની મંજૂરી મેળવ્યા વગર માલ વેચવામાં આવ્યો હોય અને ખરીદારને શુદ્ધ દાનતથી
માલ ખરીદ્યો હોય અને ખરીદનારને એ બાબતની જાણ ન હોય કે માલનો માલિકીહક્ક ફક્ત એક
વ્યક્તિનો નથી અથવા માલનો માલિકીહક્ક ખામીવાળો છે.– આ સંજોગોમાં ખરીદનારને કાયદેસર
માલિકીહક્ક મળે છે. ઉદા. ઉપર મુજબનું
૫ –
રદ થવાપાત્ર કરાર(Avoidable
Contract): જયારે કોઈ કરાર શરૂઆતથી જ રદ્દપાત્ર હોય જેમ
કે સગીર સાથે કરાર પહેલાથી જ રદ્દપાત્ર છે પરંતુ આ નિયમ આવ્યા પહેલાજ સગીર સાથે
કરાર થયેલ હોય તો તે કાયદેસર ગણાશે. ઉદા. જો કોઈ કંપનીમાં નાણા મેનેજરની પોસ્ટ MBA
ની લાયકાત ધરાવનાર વ્યક્તિથી જ ભરવી તેવો નિયમ હોય તો નાણા મેનેજર કે હાલમાં
કાર્યરત છે તેની પાસે ફક્ત M.COM ની ડીગ્રી છે તો આં સંજોગોમાં નવા નિયમો તેને
લાગુ પડી શકે નહિ.
૬ -
વેચાણ પછી માલ કબજો ધરાવનાર દ્વારા ફરી બીજી વ્યક્તિને વેચાણ:
મર્કેન્ટાઈલ
એજન્ટ દ્વરા માલ વેચાણ કર્યા બાદ ખરીદનારે ડીલીવરી લીધી ન હોય અથવા માલનો કબજો હજી
સુધી મર્કેન્ટાઈલ એજન્ટ પાસે હોય અને મર્કેન્ટાઈલ એજન્ટ દ્વારા ફરી કોઈ ત્રાહિત
પક્ષકારને માલ વેચાણ કર્યો હોય તો આ સંજોગોમાં શુદ્ધ દાનતથી ખરીદેલ ત્રાહિત
વ્યક્તિને સારો માલિકીહક્ક પ્રાપ્ત થાય છે.
૭ –
જે વ્યક્તિએ માલ ખરીદ્યો હોય કે ખરીદવાની સમજુતી કરી હોય, માલનો કબજો મળી ગયો હોય
પરંતુ માલની માલિકીહક્ક તેને ન મળેલી હોય ત્યારે તે ખરીદનાર વ્યક્તિ બીજા કોઈ
વ્યક્તિને માલ વેચે અથવા નિકાલ કરે ત્યારે શુભ દાનતથી ખરીદનાર નિર્દોષ વ્યક્તિ
ગણાશે અને તેને સારો માલિકીહક્ક પ્રાપ્ત થશે.
No comments:
Post a Comment